Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઐસા ભી હોતા હૈ....

૬ ફૂટના વ્યકિતએ સ્પર્મ ડોનેટ કર્યુઃ પણ બાળક ઠીંગણું પેદા થયું

મોસ્કો, તા.૪: રશિયાની રાજધાની મોસ્કોની વાત છે, એક મહિલાએ ૬ ફૂટના વ્યકિતનું સ્પર્મ લીધું. આ મહિલા ઈચ્છતી હતી કે તેનું બાળક પેદા થાય ત્યારે તેની હાઈટ વધારે હોય માટે તેણે ૬ ફૂટના વ્યકિતનું સ્પર્મ લીધું. કે જેથી બાળક મોટું થાય ત્યારે તેની હાઈટ લાંબી હોય. આ મહિલાની ઉંમર ૪૦ વર્ષ છે, તેણે આઈવીએફ દ્વારા આ ટ્રીટમેન્ટ કરાવી. પણ બાળક પેદા થયું તો ઠીંગણું જોવા મળ્યું.

પ્રેગ્નેન્સી બાદ મહિલાની તપાસ કરવામાં આવી. બાળકની પણ તપાસ કરવામાં આવી. બાળકનો જન્મ થયો તે પહેલા જ ડોકટર્સે જણાવ્યું હતું કે તેને Achondroplasia છે. Achondroplasiaમાં બાળકના હાડકાંનો વિકાસ નથી થતો. બાળકના હાડકાંનો વિકાસ ખૂબ જ ધીમા સ્તરે થાય છે.

બાળકના જન્મ બાદ ડોકટર્સે આ મહિલાને જણાવ્યું કે આ બીમારીના કારણે બાળકની હાઈટ ૪ ફૂટ કરતા વધારે નહીં જોવા મળે. મહિલાએ હાલ આ સ્પર્મ બેન્ક પર કેસ કર્યો છે. જયારે સ્પર્મ બેન્કનું એવું કહેવું છે કે તેમણે મહિલાએ માંગ્યું હતું તેવું જ કવોલિટી સ્પર્મ આપ્યું હતું. સ્પર્મ બેન્કનું એવું પણ કહેવું છે કે આ બીમારી સ્પર્મના કારણે નથી થઈ પણ તે આનુવંશિક (વારસામાં મળેલી) હોય છે. હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

(11:47 am IST)