Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

વિશ્વની સોથી મોંઘી વ્હિસ્કીની બોટલ વેચાઇ ૮.૫૭ કરોડ રૂપિયામાં

લંડન તા ૪ : સ્કોટલેન્ડના એડિનબર્ગ શહેરમાં જુનાં અને અલભ્ય આલ્કોહોલિક પીંણાના ઓકશનમાં એક વ્હિસ્કીની બોટલે કરોડો રૂપિયામાં વેચાઇને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ૧૯૨૬માં એડિનબર્ગની મેકેલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બોટલ એકદમ લિમિટેડ એડિશન હતી. આ પ્રકારની વ્હિસ્કીની માત્ર ૧૨ જ બોટલ બની હતી. એમાંથી એક બોટલ બોન્હેમ્સ વ્હિસ્કી ઓકશના કંપની દ્વારા ૮૬,૩૬,૨૫૦ હોન્ગકોન્ગ ડોલર એટલે કે આશરે ૮.૫૭ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.

(3:44 pm IST)