Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ગર્ભાવસ્થામાં નજર કેમ ધુંધળી થઇ જાય છે?

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોન્સમાં ફેરફાર થાય છે. તેના કારણે  હાઇ બ્લડ પ્રેશર, રકતની ખામી, ચક્કર આવવા અને ઉંઘ  ન આવવી જેવી સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક મહિલાઓને ધૂંધળુ દેખાવાની સમસ્યા પણ થાય છે. તો જાણો ગર્ભાવસ્થામાં નજર કેમ ધૂંધળી થાય છે? અને તેનાથી  કેવી  રીતે બચી  શકાય?

નજર કેમ ધૂંધળી થાય છે?

ગર્ભાવસ્થા  દરમિયાન મહિલાઓમાં હોર્મોન્સમાં ફેરફાર, શરીરમાં રકતનો તેજ સંચાર થવો અને તરલ પદાર્થોનું વધારે નિમાર્ણ થવા લાગે છે. તેની અસર શરીરના  કેટલાય અંગો અને આંખો ઉપર પડે છે. જેના કારણે જોવાની ક્ષમતા ઓછી થઇ  જાય છે અથવા આંખો ધૂંધળી થઇ જાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન બાળકના વિકાસ માટે મહિલાઓના શરીરમાં તરલ પદાર્થ વધારે માત્રામાં બનવાનું શરૂ થઇ જાય છે. શરીરમાં તરલ પદાર્થોની માત્રા વધવાના કારણે આંખોના લેન્સ અને (કાર્નિયા) મોટા થઇ જાય છે. જેના કારણે (આઇબોલ) ઉપર પણ દબાવ પડે છે અને ગર્ભવતી મહિલાઓને ધૂંધળુ દેખાવા લાગે છે.

પૌષ્ટિક તત્વોથી ભરપુર આહાર લેવો જરૂરી

ગર્ભાવસ્થા દરમિયાન ધૂંધળુ દેખાવાની સમસ્યાને દુર કરવા માટે તમે વ્યાયામ કરો અને પોષણયુકત ભોજન લો. ગર્ભવતી મહિલાઓએ વધુમાં વધુ પાણી પીવું જોઇએ. આ સમયમાં લીલા શાકભાજી, તાજા ફળ, નારિયેળ પાણી અને ડ્રાય ફૂડનું સેવન જરૂર કરવુ જોઇએ. 

(9:38 am IST)