Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

અહીંયા જોકું ખાવાથી મળે છે પૈસા

 

નવી દિલ્હી :એક ઝોકું તમને તાજા માજા કરી શકે છે. ઊંઘનું એક ઝોકું તમારા તણાવમાં ઘટાડો કરી શકે છે.

જો તમારે ઝોકું ખાવાના પૈસા ચૂકવવા પડે તો? માન્યામાં નહીં આવે પરંતુ કેટલાક લોકો આના માટે પણ તૈયાર છે.

અમેરિકાના સૌથી વ્યસ્ત શહેર ન્યૂ યૉર્કમાં એક 'નેપ સ્ટોર' ખૂલ્યો છે.તમે અહીંયા ઝોકું ખાઈ શકો છો, ભાગદોડની જિંદગીમાંથી ફુરસદની પળો વિતાવી શકો છો.ઝોકાં ખાવાના આ કેન્દ્રનું નામ 'કેસ્પર' છે. અહિંયા 45 મિનિટની ઊંઘ કરવાના 25 ડૉલર વસૂલવામાં આવે છે.અમેરિકાના ડૉલરની રૂપિયામાં કિંમત આંકો તો આ રકમ 1750 રૂપિયાથી પણ વધારે થાય છે.કેસ્પરમાં આવીને તમને એવું લાગી શકે છે જાણે કે ઊંઘ તમારી જ રાહ જોઈ રહી હોય.

છતની ડિઝાઇન એવી છે કે જાણે ખુલ્લા આકાશમાં તારા ટમટમ થતા હોય.અહિંયા અલગ અલગ કેબિનમાં નવ પથારીઓ પાથરવામાં આવી છે.સ્ક્રીનથી બહાર નીકળતા પ્રકાશથી જો તમારી આંખો થાકી ગઈ હોય તો અહિંયા આવીને તમે પોતાની આંખોને આરામ આપી શકો છો.

(6:56 pm IST)