Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સાઈબેરિયામાં Mi-8 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત: 18 લોકોના મોત

 

રશિયાના પૂર્વી સાઇબેરિયાના ક્રાસ્નોયાર્ક વિસ્તારમાં શનિવારે સવારે 10 વાગીને 20 મિનિટે Mi-8 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તની માહિતી મળી છે. અકસ્માતમાં 18 લોકોના મોત નિપજ્યા છે.   

   રશિયાની સમાચાર એજન્સી પ્રમાણે 15 યાત્રીઓ સહિત 3 ક્રૂમેમ્બર સવાર હતા. હેલિકોપ્ટર હવામાં અન્ય હેલિકોપ્ટર દ્વારા લઈ જવાતા સામાન સાથે અથડાવાને કારણે દૂર્ઘટનાગ્રસ્ત થયુ હતુ.

(10:09 pm IST)