Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જો બાળકને બ્રેસ્ટ ફિડિંગ કરાવો છો તો સ્મોકીંગથી રહો દૂર

બાળકને સ્તનપાન કરાવનાર માતા, જે પોતાના ઘરમાં ધૂમ્રપાનના સંપર્કમાં આવે છે, તે ધૂમ્રપાનના સંપર્કમાં ન આવતી માતાની સરખામણીએ તેના સ્તનપાનની અવધિ પર નકારાત્મક અસર પડી શકે છે. આ વાત એક શોધમાં સામે આવી છે.

બ્રેસ્ટફિડિંગ પત્રિકામાં આ શોધનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં સ્તનપાન કરતી મહિલાઓ ઘરેલુ ધૂમ્રપાનકર્તાઓના સંપર્કમાં આવવાથી તેના પર થતી નકારાત્મક અસર પડવાની વાત સામે આવી છે.

કેનેડાના ઓકાનંગન પરિસર સ્થિત બ્રિટીશ કોલંબિયા વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર મેરી તરાંતે જણાવ્યું કે, 'અમારી શોધ પરથી જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનાર વ્યકિત પરીવારમાં હોવાથી બાળકના સ્તનપાન અવધિના સમયમાં કમી જોવા મળી. આ ધુમ્રપાન કરનારમાં પતિ, માતા અથવા પરીવારના કોઈ પણ સભ્ય હોઈ શકે.

તરાંતે જણાવ્યું કે, વાસ્તવમાં જે પરીવારમાં ધુમ્રપાન કરનારની સંખ્યા વધારે હતી, તેમાં સ્તનપાન અવધિ ઓછી હતી.

આ શોધ માટે શોધકર્તાઓના દળે જણાવ્યું કે, હોંગકોંગના ૪ મોટા હોસ્પિટલોની ૧૨૦૦ મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

(9:36 am IST)