Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઓએમજી....નાસા દ્વારા બનાવાયેલ આ નેકલેસ પહેરવાથી હાથ મોઢા સુધી નહીં જઈ શકે

નવી દિલ્હી: નાસાએ ખાસ પ્રકારનું 3D પ્રિન્ટેડ નેકલેસ બનાવ્યું છે, જે ફેસ પાસે હાથ આવતા તરત જ વાઈબ્રેટ થાય છે. નાસાએ આ નેકલેસને 'પલ્સ' નામ આપ્યું છે. પલ્સ નેકલેસ 12 ઇંચના અંતરમાં કોઈ વસ્તુની મુવમેન્ટ થાય તો વાઈબ્રેટ થાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ વારંવાર મોં પાસે હાથ, આંખ અને નાકને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી વાઈરસ શરીરમાં પહોંચી ન શકે. નાસાની જેટ પ્રપલ્શન લેબે આ વાતનું ધ્યાન રાખીને પલ્સ નેકલેસ બનાવ્યું છે. નેકલેસમાં સિક્કા આકારની ડિઝાઇન છે જે ગળાની નજીક રહે છે.

(6:49 pm IST)