Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઉનાળામાં કુલર વગર ઘરને રાખો કુલ કુલ

ઉનાળામાં બધા લોકો પોતાના ઘરને ઠંડુ રાખવા માટે એસી કે કૂલરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ, તેનાથી વિજળીનું બીલ વધારે આવે છે અને પ્રકૃતિ માટે હાનિકારક પણ ગણાવામાં આવે છે. જો તમે ઈચ્છો તો કેટલાક સરળ ઉપાય દ્વારા પણ તમારા ઘરને ઠંડુ રાખી શકો છો.

ઘરમાં ઠંડક બનાવી રાખવા માટે તમે ઠંડા રંગોનો ઉપયોગ કરો. તેના કારણે તમને ઓછામાં ઓછો ગરમીનો અનુભવ થશે. ઘરની આસપાસ વધુને વધુ વૃક્ષ વાવો. વૃક્ષ ગરમીને રોકે છે અને ઠંડક આપે છે.

દરરોજ સાંજે છત ઉપર પાણી છાંટો. તેનાથી ઘરમાં ઠંડક બની રહેશે. તમારા ઘરના ઈન્ટીરીયરમાં ફેરફાર કરો. આછા રંગ અને કોટનની બેડશીટ સાથે આછા રંગના પડદા ઠંડક આપે છે અને શાંતિનો પણ અનુભવ કરાવે છે.

 

(10:21 am IST)