Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગજબના શોખ છે આ મહિલાના

માત્ર શેમ્પેઇન વડે જ નહાય છે, મહિનાનો ખર્ચ ૧ કરોડથી વધુ!

નવી દિલ્હી તા. ૪ : લોકો પોતાના શોખ પૂરા કરવા કોઈપણ હદ પાર કરી શકે છે. આવી જ એક મહિલા જે પોતાનો શોખ પૂરો કરવા એવું કામ કરે છે જેને જાણીને તમે ચોંકી જશો. કમાલિયા જૂહર નામની આ મહિલા માત્ર નહાવા પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખે છે.

આ મહિલા પાકિસ્તાન મૂળના બ્રિટિશ અબજોપતિ મોહમ્મદ જૂહરની પત્ની છે. તે ખૂબ મોંઘી શેમ્પેઈન વડે નહાય છે. ખબર અનુસાર કમાલિયા જે શેમ્પેઈન વડે નહાય છે તેની એક બોટલની કિંમત ૫૦૦૦ રૂપિયા છે.

કમાલિયા દિવસમાં નહાવા માટે આ શેમ્પેઈન ૨૦-૩૦ બોટલોનો ઉપયોગ કરે છે. કમાલિયા આ રીતે માત્ર નહાવા માટે એક મહીનામાં કરોડ રૂપિયા ખર્ચી નાખે છે. જણાવી દઈએ કે, કમાલિયાને નહડાવવા માટે ૨૦-૨૨ લોકોની જરૂર પડે છે. આમ, તેનો ખર્ચ લગભગ ૧ કરોડની પાર પહોંચી જાય છે.

કમાલિયાને હીરાજડિત ઘડિયાળો પહેરવાનો પણ શોખ છે. પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે કમાલિયા પાસે ૧૦ ઘર, એક પ્રાઈવેટ જેટ અને ૫ મિલિયન યૂરોનું એક યોર્ટ પણ છે.

આ ઉપરાંત કમાલિયા જે ગોગલ્સ પહેરે છે તેની કિંમત પણ ૪ રૂપિયા જેટલી હોય છે. કમાલિયા જે હેન્ડબેગ વાપરે છે તેની કિંમત ૯૦ લાખ રૂપિયા છે.(૨૧.૮)

(9:28 am IST)