Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

૧૪મે એ ઉપવાસ અને પ્રાર્થના કરવા નામદાર પોપની હાકલ

રોમ : ખ્રિસ્તી ધર્મગુરૂ પોપ ફ્રાન્સીસે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને સાથે મળી કોરોના વાયરસની રસી બનાવવા અને જો રસી બનાવવામાં સફળતા મળે તો તે આખા વિશ્વના દેશો સાથે વહેંચી દેવી જોઈએ તેવી અપીલ કરી છે : પોપે વિશ્વના તમામ લોકોને ૧૪મેના રોજ ઉપવાસ કરવા અને તમામ ધર્મોના લોકોને સાથે મળીને, માનવજાતિને આ રોગચાળાથી બચાવવા ઈશ્વરને પ્રાર્થના કરવા જણાવ્યુ છે : આ માટે એક આંતર - ધાર્મિક જૂથની (ઈન્ટર રીલીજીયસ ગ્રુપ) રચના કરવામાં આવશે : આ અગાઉ પોપે કહ્યું કે કુદરત સાથે ચેડા કરવાનો જવાબ કોરોનાનો પ્રકોપ છે

(3:03 pm IST)