Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ખારેક યુકત દૂધ પીવાના છે ઘણા ફાયદાઓ

ખારેક અને દૂધ આ બંને એવી વસ્તુઓ છે જેણે ખાવાથી શરીર બળવાન બને છે અને તમે ઉર્જાથી ભરપૂર રહો છો. પ્રાકૃતિક ચીકીત્સા અનુસાર દૂધ અને ખારેક એક મહત્વપર્ણ ઔષધ છે. આને ખાવથી શરીરમાં થતા ઘણા રોગોથી તમે બચી શકો છો.

ખારેકને ખાવાથી શરીરમાં ઈમ્યુન સીસ્ટમ બુસ્ટ થાય છે. ખારેકમાં ડાયટરી ફાયબર હોય છે. જેના કારણે આ પાચનતંત્રને મજબૂત કરે છે. તેથી રોજ આનું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.

ખારેકમાં ફલોરોઈડ મિનરલ્સ હોય છે. જે દાંતોમાં થતા દુખાવાને મટાડે છે. સાથે જ આ દાંતને સ્ટ્રોંગ પણ બનાવે છે.

ખારેક યુકત દૂધ પીવાથી તમને કબજિયાતની સમસ્યામાં રાહત મળશે. ખારેકમાં પોટેશિયમ મળી આવે છે જે આ સમસ્યા મટાડવા ઉપયોગી છે.

ખારેકમાં ઘણી માત્રામાં વિટામીન-એ અને બી મળી આવે છે. જે સ્કીન માટે ફાયદાકારક છે. આનાથી ચહેરા પર કરચલી નથી પડતી અને બોડીમાં નવા સેલ્સનું નિર્માણ થાય છે.

(10:13 am IST)