Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સાઉદી અરબમાં સમલૈંગિક પુરૂષોની ક્લબ ખુલીઃ વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક લોકો લાઉડ મ્યુઝિકના તાલે વિચિત્ર રીતે ડાન્સ કરી રહ્યા છે. ચર્ચા છે કે આ વીડિયોમાં સાઉદી અરબના ગે (સમલૈંગિક પુરુષો) ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો ઇમામ તૌહીદી નામની વ્યક્તિએ ટ્વીટ કર્યો છે. ઇમામે ટ્વીટમાં જણાવ્યું છે કે આ સાઉદી અરબમાં માત્ર પુરુષો માટે ખુલેલી ક્લબ જેને ગે ક્લબ કહેવી વધારે યોગ્ય છે. 

આ વીડિયો 2 મેના ટ્વીટ કરવામાં આ્વ્યો છે જેને 1 લાખ કરતા કરતા વધારે લોકોએ જોયો છે. આ વીડિયોને જોઈને લોકોની અલગઅલગ પ્રતિક્રિયા સામે આી છે. સાઉદી અરબમાં આવી ક્લબ હોય એ મોટી વાત છે કારણ કે આ મામલે ભારે ક્ટ્ટરવાદી વલણ જોવા મળે છે. આ સંજોગોમાં આ ક્લબ કેટલો સમય ટકી રહે છે એ જોવું પડશે. આ વીડિયોમાં એક મોટા પ્રાંગણમાં ગાલીચો પાથરેલો છે અને લોકોમાં એના પર નાચવાની હોડ લાગેલી છે.

આ ગીતનો સાઉન્ડ સ્પષ્ટ નથી સંભળાઈ રહ્યો. આ વીડિયોની ગુણવત્તા જોઈને ખ્યાલ આવે છે કે એને કોઈ વ્યક્તિએ મોબાઇલથી શૂટ કર્યો છે. 

(5:50 pm IST)