Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

દાંતની ઉપર ચિપકાવી શકાય એવું સેન્સર તમારી ખાવાની પધ્દ્યતિ કેટલી હેલ્ઘી છે. એ ટ્રેક કરશે

ન્યુયોર્ક, તા.૦૪: અમેરિકાના મેસેચુસેટ્સમાં આવેલી ટફટ્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના નિષ્ણાતોઅ. એક એવું સેન્સર ડેવલપ કર્યુ છે જે માત્ર બે મિલીમીટર બાય બે મિલીમીટરની સાઇઝનું છે અને દાંતની ઉપર ડાયરેકટ્લી ચિપકાવી શકાય એવું છે. આ સેન્સર ફૂડ-ટ્રેકરનું કામ કરે છે. મતબલ કે તમારા મોંમાં કોઇ  પણ ખાદ્ય ચીજ તમે મૂકો એ તે સેન્સ કરી  લે છે. રેડિયા ફ્રીકવન્સી ટેકનોલોજી દ્વારા  મોંમાં મુકાતી કોઇ પણ વસ્તુને સેન્સ કરીને એમાં રહેલાં પોષણ તત્વો અને કેમિકલ્સનું  વર્ગીકરણ કરીને એ ડેટા તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટ સુધી તરત જ પહોંચી જાય છે. ફૂડની કવોન્ટિટી બાબતે હજી આ સેન્સર એટલું એકયુરેટ નથી જેને કારણે કેલરી કન્ટ્રોલ વ્યકિતએ જાતે જ નોંધવો પડે છે, પરંતુ ખોરાકમાં રહેલા હેલ્ધી-અનહેલ્ધી ઘટકોનું વિશ્લેષણ કરવાનું કામ આ સેન્સર દ્વારા બહુ સારી રીતે થાય છે.

(3:49 pm IST)