Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં 15 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી;અફઘાનિસ્તનમાં સુરક્ષાબળોએ ગુરુવારના રોજ કંધાર પ્રાંતમાં એક અભિયાન ચલાવીને 15 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.રક્ષા મંત્રાલયદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

   વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદી અરઘનદાબ અને દાંદ જિલ્લામાં સુરક્ષાબળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા એજ સમયે સેનાએ તેમના પર હુમલો શરૂ કરી દીધો હતો આ દરમ્યાન સુરક્ષાબળો અને વાયુ સેનાના સંયુક્ત અભિયાનમાં 15 આતંકવાદી મોતને ભેટ્યા છે.

(5:47 pm IST)