Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

તો આ કારણોસર આ વૃદ્ધની ચામડી થવા લાગી છે પીળી

નવી દિલ્હી: વિશ્વમાં ધુમ્રપાનના કારણે લાખો લોકો મોતને ભેટે છે અને ધુમ્રપાનના કારણે મનુષ્યના શરીરમાં કેન્સર થાય છે એ વાત જગજાહેર છે. છતાં, સિગરેટ, બીડી જેવા માદક પદાર્થોના વ્યસન લોકો છોડતા નથી. ચીનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગભગ ૩૦ વર્ષથી સિગરેટનું સેવન કરતા 60 વર્ષીય વૃદ્ધનું આખું શરીર પીળું થઈ ગયું છે.

આ વૃદ્ધને પહેલા કમળો થયો હતો, કમળો થવા પર પણ આ વ્યક્તિએ ધુમ્રપાન છોડ્યું નહોતું. કમળાની અસર વધતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડીકલ તપાસ દરમિયાન ડોક્ટરને જાણવા મળ્યું કે, વૃદ્ધ ટ્યુમરથી પીડિત છે. કમળો થવાનું કારણ પણ ટ્યુમર જ હતું. વૃદ્ધ સિગરેટ સાથે દારૂનું સેવન પણ કરતા હતા. એટલે તેમનું લીવર પણ ડેમેજ થઈ ગયું છે. ડોકટરે તેમની સર્જરી કરીને તેમની ટ્યુમરની ગાંઠ કાઢી હતી અને તેમના શરીરનો રંગ ધીરે ધીરે સામાન્ય થઈ ગયો હતો. ડોકટરે તેમને સિગરેટ અને દારૂના સેવનથી દૂર રહેવાની સૂચના આપી છે નહિ તો ફરીથી તેમની તબિયત લથડી શકે છે અને ટ્યુમર થઈ શકે છે. ભારતની વાત કરીએ તો સિગરેટ અને બીડીના પેકેટ પર ફોટા સાથે સૂચના લખવામાં આવે છે કે તેનું સેવન કેન્સરને આમંત્રણ આપી શકે છે.

(5:45 pm IST)