Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હેં ? ૧૧ મહિના કોમામાં રહેલા આ ટીનેજરને કોરોના શું એ ખબર નથી

આખી દુનિયા કોરોનાના કહેરની અસરમાંથી હજી બહાર નથી આવ્યું ત્યારે બ્રિટનના સ્ટેફોર્ડશર રાજયના બર્ટન ટાઉનમાં ૧૯ વર્ષના જોસેફ ફલાવિલને કોરોના કઈ બલા છે એની ખબર જ નથી

લંડન,તા. ૪: આખી દુનિયા કોરોનાના કહેરની અસરમાંથી હજી બહાર નથી આવ્યું ત્યારે બ્રિટનના સ્ટેફોર્ડશર રાજયના બર્ટન ટાઉનમાં ૧૯ વર્ષના જોસેફ ફ્લાવિલને કોરોના કઈ બલા છે એની ખબર જ નથી. વાત એમ છે કે ભાઈનો ૧૧ મહિના પહેલાં એકિસડન્ટ થયો હતો. એક કારે ટક્કર મારતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તે કોમામાં સરી પડ્યો હતો. આ દુર્દ્યટના બ્રિટનમાં લોકડાઉન લાગુ થયાના લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં એટલે કે પહેલી માર્ચે થઈ હતી.

હાલમાં જ જોસેફ કોમામાંથી બહાર આવ્યો છે અને આ સમયગાળામાં વિશ્વમાં થયેલા ફેરફારોથી તે તદ્દન અજાણ છે. જોસેફને કોમામાંથી બહાર આવેલો જોઈ આનંદિત થયેલા તેના પરિવારજનો તેને કોવિડને કારણે વિશ્વમાં થયેલા ફેરફાર વિશે તેને કઈ રીતે જાણ કરવી, લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની આવશ્યકતા વિશે કેમ સમજાવવું તે માટે અવઢવમાં છે.

કોરોના વાઇરસ પ્રતિબંધોને કારણે તેના પરિવારજનો તેને મળવા જઈ શકતા નથી. જોસેફ કોરોના વાઇરસની મહામારીથી ભલે અજાણ હોય પરંતુ તે જયારે કોમામાં હતો ત્યારે તેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમ જ કોમામાંથી બહાર આવ્યા પછી પણ તેનો ટેસ્ટ-રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(10:17 am IST)