Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષોને પણ થઇ શકે છે બ્રેસ્ટ કેંસર:બર્મિંગમની ઘટના

નવી દિલ્હી :બ્રેસ્ટ કૅન્સર એવી બીમારી છે જેનાથી સૌથી વધુ પરેશાન હોય છે સ્ત્રી, પરંતુ પુરુષને પણ સ્તનનું કૅન્સર થઈ શકે છે. પિટર બેગનેલને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. મહિલાઓના બ્રેસ્ટ-કૅન્સર વિશેની ચર્ચા વખતે બર્મિંગમમાં રહેતા 56 વર્ષના પિટર જોડાયા હતા. કૅન્સર પછી બ્રેસ્ટ કઢાવી નાખવાનું પસંદ કરનારી સ્ત્રીઓ વિશેની ચર્ચા કાર્યક્રમમાં થઈ હતી.

                શખ્સે જણાવ્યું હતું કે 2013માં મેં જોયું કે મારી નિપલની નીચે ગાંઠ જેવું છે, પણ ત્યારે મને એવું નહોતું લાગ્યું કે બ્રેસ્ટ કૅન્સર થયું હશે.જો લોરેને કહ્યું ના હોત તો હું ડૉક્ટર પાસે ગયો ના હોત. મને આખી વાત જરાક અજુગતી લાગી હતી.ડૉક્ટરે તરત મને હૉસ્પિટલ મોકલી આપ્યો હતો અને બાયોપ્સી કર્યા પછી નિદાન થઈ ગયું કે બ્રેસ્ટ-કૅન્સર છે.

(6:14 pm IST)