Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

જીવનસાથીની શોધ માટે ભાઇએ શહેરમાં હોર્ડિંગ લગાવતા ૧૦૦૪ માગા આવ્યા

લગ્ન માટે યોગ્ય પાત્ર મળે એવી પ્રત્યેકની ઇચ્છા હોય છે, પણ એ માટે લોકો કેવા પ્રયત્ન કરતા હોય છે એ પણ જાણવા જેવું છે. બ્રિટનના મેન્ચેસ્ટરમાં રહેતા માર્ક રોફેને ૩૦ વર્ષની વયે હજી સુધી કોઈ યોગ્ય પાત્ર ન મળતાં તેણે ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચીને એક મોટું બિલબોર્ડ ખરીદ્યું અને એના પર પોતાને એક લાયક કુંવારા તરીકે જાહેર કર્યો.

આ હોર્ડિંગ મૂકયા પછી તેને અત્યાર સુધીમાં ૧૦૦૪ યુવતીઓ અપ્રોચ કરી ચૂકી છે. વ્યવસાયે માર્કેટિંગના ક્ષેત્રના રોફે કહ્યું કે મને મળેલા બહોળા પ્રતિસાદથી હું અચંબિત છું અને દરેકને જવાબ આપવાનું વિચારી રહ્યો છું.

(3:31 pm IST)