Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

અમેરિકામાં નિર્દોષ અશ્વેત યુવાન 28 વર્ષ જેલમાં રહેતા સરકારે આશરે 72 કરોડ જેટલી રકમ ચૂકવી

નવી દિલ્હી: અમેરિકામાં એક નિર્દોષ અશ્વેત યુવાનને ખુન કેસમાં સંડોવીને 28 વર્ષ સુધી જેલની હવા ખવડાવવા બદલ સરકારને આશરે 72 કરોડ રૂપિયા (98લાખ ડોલર) જેટલી જંગી રકમ ચૂકવવી પડી છે.

ચેસ્ટર હોલમેન થ્રી નામના વ્યક્તિને ખૂન કેસમાં મુખ્ય સાક્ષીએ ઈ.સ. 1991માં આપેલી જુબાનીમાં જુઠ્ઠુ બોલીને ફસાવી દીધો હતો. તે સમયે તેની ઊંમર 21 વર્ષની હતી. જોકે, લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે ચેસ્ટર નિર્દોષ ઠર્યો હતો અને ગત વર્ષે તેને મુક્ત કરવામાં આવ્યો ત્યારે તેની ઊંમર 49 વર્ષની હતી.

નિર્દોષ છૂટકારા બાદ ચેસ્ટર હોલમેન થ્રીએ સરકાર પર જ વળતર માટે દાવો માંડયો હતો. જે પછી ફિલાડેલ્ફિયા પ્રસાશને તેને જંગી રકમ આપવાની જાહેરાત કરી હતી. જોકે, બંને પક્ષકારો વચ્ચે થયેલી સમજૂતિ અંતર્ગત સરકાર કે સરકારના કોઈ કર્મચારીએ તેમની ભૂલ કબૂલી નહતી.

(5:59 pm IST)