Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

વેટિકનસીટીમાં કોઇ નથી ગરીબ : દર ત્રીજો વ્યકિત છે કરોડપતિ

નવી દિલ્હી, તા.૪: આમ તો દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે જેનું ક્ષેત્રફળ ૦.૪૯ વર્ગકિમી છે અને કુલ વસ્તી ૮૨૫, પરંતુ આ યાદીમાં મોનાકો સિટીનું નામ પણ સામેલ છે. આજે પણ મોનાકો દેશમાં રાજતંત્ર ચાલે છે. વર્ષ ૧૯૨૭થી જ અહીં રાજતંત્ર છે. જેની સુરક્ષાની જવાબદારી ફ્રાંસની છે.

આ શહેર એટલે કે દેશ ઉત્ત્।ર પશ્યિમ યૂરોપના મેડિટેરિયન સીના કિનારે વસેલું છે. અહીં મોનાકોમાં એક પણ વ્યકિત ગરીબ નથી, અહીં પ્રોવર્ટી રેટ જીરો છે. આ કારણે જ મોનાકોમાં ગુના પણ ઓછા થાય છે.

પોતાની સાઈઝની સિવાય મોનાકો શહેર વધુ એક વાતના કારણે જાણીતું છે. આ દેશમાં દુનિયાના સૌથી વધુ રઈસ લોકો રહે છે. અહીં ૧૨ હજાર ૨૬૧ કરોડપતિ રહે છે એટલે કે આ દેશનો દરેક ત્રીજો વ્યકિત કરોડપતિ છે. મોનાકો GDPના બાબતમાં દુનિયામાં બીજા નંબર પર છે. અહીંની પર કેપિટા ઈનકમ ૧ કરોડ ૨૧ લાખ ૪૦ હજાર છે.

આ શહેરમાં માત્ર ૧.૯૫ વર્ગ કિમીમાં ફેલાયેલું છે. ઓછી જગ્યામાં ફેલાયેલું હોવાને કારણે તેને મોનાકો સિટી પણ કહેવામાં આવે છે. જો તમે આ દેશમાં ફરવા નિકળો તો આખો દેશ ફરતા તમારે એક કલાક કરતા ઓછો સમય લાગશે.

ઉત્ત્।ર-પશ્ચિમ યુરોપના મેડિટેરિયન સી ના કિનારે વસેલું આ શહેર જોવામાં પણ ઘણું જ સુંદર છે. આ દેશની શેરીઓ બહૂમાળી ઈમારતોથી ભરાયેલી છે. અહીંની કુલ વસ્તી લગભગ ૩૯ હજાર છે. મોનાકોને સૌથી વધારે ગીચતાવાળા દેશમાં પણ ગણવામાં આવે છે. ઓછા વિસ્તારમાં આટલા લોકો રહેતા હોવાના કારણે આવું થયું છે. આ નાના દેશની સરહદ ફ્રાંસ અને ઈટલી સાથે જોડાયેલી છે.

આ દેશની સૌથી ખાસ વાત એ પણ છે કે અહીં ચોરીની ઘટના નહીવત્ છે. અહીં ૧૦૦ નાગરિકો પર ૧ પોલીસકર્મી છે. મોનાકોની GDP દુનિયામાં બીજા નંબરે છે. અહીં કેપિટા ઈનકમ ૧ કરોડ ૨૧ લાખ ૪૦ હજારની આસપાસ છે. દેશની સત્ત્।ાવાર વેબસાઈટ અનુસાર મોનાકોમાં રહેતા ૩૯ હજાર નાગરિકોમાં માત્ર ૯૨૦૦ નાગરિકોનો જન્મ જ દેશમાં થયો છે જયારે બાકીના નાગરિકો વિદેશમાં પેદા થયા છે. અહીંના લોકોની સરેરાશ આયુષ્ય ૮૫ વર્ષ છે જે દુનિયામાં સૌથી વધારે છે.

(9:28 am IST)