Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મેલબર્નમાં અનોખી સ્ટાઈલમાં પતિને આકર્ષિત કરવું આ મહિલાને ભારે પડ્યું: આવી જીવ ગુમાવવાની નોબત

નવી દિલ્હી: મેલબર્નમાં હંમેશા લોકો પોતાના પહેરવેશ સાથે જાત જાતના એક્સ્પરિમેન્ટ કરતા જોવા મળે છે. અનોખી સ્ટાઈલ અને અલગ દેખાવવાની ચાહતમાં લોકોને ભ્રમિત કરતા કપડાં પહેરતા પણ ચૂકતા નથી. પરંતુ અનેકવાર તેના ફાયદા કરતા નુકસાન વધુ થાય છે. એટલું કે જીવ ગુમાવવા સુધીની નોબત આવી જાય છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં પણ કઈંક આવું જ થયું. અહીં એક મહિલાએ કઈંક એવો ડ્રેસ પહેર્યો કે તેનો પતિ ડરી ગયો અને પોતાને બચાવવા માટે પત્નીના પગ જ તોડી નાખ્યાં. ત્યારબાદ પતિને જ્યારે એહસાસ થયો તો તો તેને પોતે જે કઈ કર્યું તેના પર ખુબ અફસોસ થયો. ઘાયલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તસવીરો જોઈને તમે પોતે જોઈ શકો છો કો આ સ્ટોકિંગ્સ જોઈને પહેલી નજરે શું વિચારો. જોવામાં તે બિલકુલ સાંપની કાંચળી જેવા લાગે છે. એવું લાગે કે જાણે સાંપ પરસપર વીટળાયેલા છે.

(5:56 pm IST)