Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સેકસ ડોલ બાદ હવે સેકસ રોબોટ પણ તૈયાર કરાયું છે

મહિલાઓની જરૂરીયાતોને ધ્યાનમાં લઇને તૈયાર : સાત લાખથી ૧૦ લાખ સુધીની કિંમત રહેશે : ડાર્કલુકસ ધરાવતી મહિલાઓને ખુબ જ આકર્ષિત કરશે

લંડન,તા. ૪: સેક્સ ડોલ્સના સંદર્ભમાં વારંવાર અહેવાલો આવતા રહે છે પરંતુ હવે સેક્સ રોબોટ પણ બનવા લાગી ગયા છે. મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને દુનિયાના પ્રથમ રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે. ૮૦૦૦ પાઉન્ડ એટલે કે આશરે ૭ લાખ ૮૪ હજરા રૂપિયાના આ રોબોટનું નામ હેન્રી રાખવામાં આવ્યું છે જે માત્ર સેક્સ્યુઅલ પરફોર્મન્સ કરશે નહીં બલ્કે આ રોબોટમાં સેન્સઓફ હ્યુમર પણ છે જે જોક્સ સંભળાવીને હસાવવાનું કામ કરશે. રોબોટની વિશેષતા એ છે કે, આની ઉંચા છ ફૂટ રાખવામાં આવી છે. છ ટેક એબ્સ અને ડાર્કલુક્સ મહિલાઓને આકર્ષિત કરી શકે છે. એટલું જ નહીં આ રોબોટ ઘરે પરત આવવા પર પોતાના માલિકનું સ્વાગત કરીને તેની પસંદગીના ટીવી સિરિયલ અને ફિલ્મોના સંદર્ભમાં ચર્ચા પણ કરે છે. આ રોબોટ પોતાના માલિક સાથે પ્રેમ વ્યક્ત કરવા માટે તેના ફેવરિટ લવ સોંગ, કવિતાઓ અને રોમેન્ટિક વાતો પણ કરે છે. આ રોબોટની કિંમત ૮૦૦૦ પાઉન્ટથી લઇને ૧૧૦૦૦ પાઉન્ડ એટલે કે ૧૦ લાખ ૯૦૦૦ રૂપિયા સુધીની છે. આ રોબોટનો દરેક હિસ્સો કસ્ટમમેડ છે. એટલે કે, આને ઓર્ડર કરનાર વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ રોબોટના દરેક બોડી પાર્ટને બનાવી શકે છે. ડેલાવેયર બેઝ્ડ મેકર્સ રિયલ બોટિક્સે હેનરી નામના આ રોબોટનું નિર્માણ કર્યું છે જેનું વજન માત્ર છ સ્ટોન એટલે કે ૩૮ કિલો છે. આની બોડી રોબોટિક મુવમેન્ટથી સજ્જ છે. યુઝર્સ એક એપ મારફતે તેના રોબોટિક હેડથી સંપર્ક કરીને વાતચીત કરી શકે છે. હેનરીના નિર્માતા રિયલ બોટિક્સના સીઈઓ મેટ મેક્યુલેનનું કહેવું છે કે, આ રોબોટ દુનિયાભરની એકલી રહેતી મહિલાઓના જીવનમાં જીવનસાથીની કમીને દૂર કરશે. તમામ જાણકાર લોકો પણ કહે છે કે, પુરુષોની જેમ જ મહિલાઓ પણ લાઇફમાં એકલાપણાનો અનુભવ કરે છે. લોકો આને સેક્સ ડોલ્સ કહે છે પરંતુ તેઓ માને છે કે, આને એક સાથી તરીકે જોવામાં આવે તે વધારે જરૂરી ચીજો છે. રિયલબોટિક્સ આ પહેલા હાર્મની નામની વિવાદાસ્પદ ફિમેલ સેક્સ રોબોટ બનાવીને ચર્ચા જગાવી ચુકી છે જેમાં ડઝન જેટલા ઇન્ટરચેન્જેબલ બોડી પાર્ટ્સ હતા જેની મદદથી રોબોટના માલિક તેના આંખોના રંગથી લઇને વાળ અને અન્ય હિસ્સાના સેફ સુધીને બદલવાની સ્થિતિમાં હતા. સેક્સબોટ્સ માટેનું માર્કેટ કદ હાલમાં ૯૫ ટકા પુરુષ પ્રભુત્વવાળું છે. આગામી સમયમાં આની માંગણી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત માર્કેટ કદ પણ વધી શકે છે. મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં લઇને આમા કેટલીક વિશેષતાઓ પણ ઉમેરાઈ છે.

(3:53 pm IST)