Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

આ બહેન શતાવરીની ડાળીઓ હવામાં ઉછાળીને ભવિષ્ય ભાખે છે

લંડન તા.૪: કોઇ ટેરો-રીડિંગ કરે, કોઇ હથેળી જુએ તો કોઇ કુંડળી જુએ, જો કે લંડનમાં રહેતાં ૬૩ વર્ષનાં જેમિમા પેકિન્ગ્ટન નામનાં બહેન ભવિષ્ય ભાખવા માટે શતાવરીની ડાળીઓ વાપરે છે. તમે તેમને કોઇપણ સવાલ પૂછો એટલે શતાવરીની ડાળીઓ હવામાં ઉછાળે. આ ડાળીઓ કઇ રીતે હવામાં ઊછળી અને કેવી રીતે ફેલાઇને પડી એ જોઇને તમારા ભવિષ્ય વિશેના સવાલનું પ્રિડિકશન તેઓ કરે છે.

આ જ પદ્ધતિથી તેઓ વ્યકિતગત ભવિષ્ય નહીં, તમામ દેશોના ભવિષ્ય પણ જુએ છે. બહેનના મતે ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ-વોર ૨૦૧૯માં સમાપ્ત થશે. જો કે એ પછી અમેરિકામાં આર્થિક મંદીનું મોજું આવશે. આ બહેન દર વર્ષે ભવિષ્ય ભાખે છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં દર વર્ષે તેમને ૭૫ થી ૯૦ ટકા જેટલી સફળતા મળી છે. ૨૦૧૮નું તેમનું ભવિષ્યકથન ૭૭ ટકા જેટલું સાચું પડયું હતું.

(3:41 pm IST)