Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

બે વ્યકિત માટેનો ટેન્ટ ૧ મિનિટમાં ઉભો કરી દેવાનો રેકોર્ડ

ડેનિયલ અને એલિઝાબેથ મિન્ટન નામના અમેરિકન કપલે તાજેતરમાં બે વ્યકિતઓ માટેનો ટેન્ટ એક મિનિટથી ઓછા સમયમાં ઉભો કરી દેવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જોકે રેકોર્ડના નિયમ મુજબ ટેન્ટ બનાવ્યા પછી એમાં બન્ને જણ બેસી જાય ત્યાં સુધીનો સમય ગણવામાં આવે છે એને કારણે એક મિનિટ ત્રણ સેકન્ડનો સમય તેમને લાગ્યો. એક મિનિટમાં તંબુ તાણી લેનારૂ આ વિક્રમી યુગલ બન્યું હતું. ચાર વ્યકિત માટેનો ટેન્ટ ૧ મિનિટ અને પ૮.પપ સેકન્ડમાં દસ જણની ટીમે ઉભો કર્યાનો રેકોર્ડ આ પહેલા નોંધાયો હતો.

(3:40 pm IST)