Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

આ છે તેનો ઉપાય

અગત્યની ચીજો ભુલી જાવ છો?

જયારે કોઇ ચીજ અથવા કામ યાદ રાખવાનું હોય છે ત્યારે મોટાભાગના લોકો તેને નોટ કરે છે. પણ હમણાંજ એક્ષપેરીમેન્ટલ એજીંગ રીસર્ચ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર યાદશકિતને તાજી રાખવાનો સારો રસ્તો છે ચિત્ર દોરો.

અભ્યાસના સહલેખિકા મેલીસાનું કહેવું છે કે લખવા કરતા ડ્રોઇંગ કરવાથી તમારા મગજને વધારે કસવું પડે છે. અને મગજમાં તેની એક ઇમેજ અંકાઇ જાય છે. જે લાંબો સમય રહે છે. કેનેડાની વોટરલુ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સના ડોકટર મેલીસા અનુસાર ડ્રોઇંગ કરવાથી મગજના જુદા જુદા વિભાગો કાર્યરત થાય છે. જે ફકત લખાણ કરવાથી નથી થતા. ડ્રોઇંગના કારણે યાદશકિત અને મગજને ફાયદો થાય છે.

મોટી ઉંમરના લોકોને આ પદ્ધતિથી વધારે ફાયદો થાય છે. મેલીસાનું કહેવું છે કે આના માટે તમારે કંઇ મોટા પેન્ટર બનવું જરૂરી નથી. કેટલીક વસ્તુઓ લખવા કરતા સ્કેચીંગ કરવી સહેલી બને છે. દાખલા તરીકે તમારે અમુક તારીખે કોઇને મળવાનું હોય તો સામાન્ય લખાણ કરતા તે તારીખનું ડ્રોઇંગ બનાવ્યું હોય તો જલ્દી યાદ રહે છે. એવી જ રીતે મોલમાં ખરીદીનું લીસ્ટ લખ્યું હોય તેના કરતા તે વસ્તુઓનો સ્કેચ બનાવ્યો હોય તો વધારે સમય માટે તે યાદ રહે છે.(૧.૧૫) (ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)

(3:27 pm IST)