Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વિયેટનામના રેલવે-ટ્રેક પર જીવના જોખમે ટૂરિસ્ટો ખાસ જાય છે સેલ્ફી લેવા

લંડન તા. ૩ :.. સેલ્ફી લેવા માટે લોકો હવે નવી-નવી જગ્યાઓ શોધતા ફરે છે. હવે ટૂરિસ્ટો માટે વિયેટનામના હાનોઇમાં આવેલો રેલવે-ટ્રેક નવો સેલ્ફી પોઇન્ટ બની ગયો છે. આ રેલ્વે-ટ્રેકની એકદમ અડીને માર્કેટ આવેલું છે. રાધર, આ માર્કેટની વચ્ચોવચથી ટ્રેક પસાર થાય છે. બન્ને તરફ રહેણાંક ઝૂંપડાઓ પણ છે. સૌથી નવાઇની વાત એ છે કે ફ્રેન્ચો દ્વારા બંધાયેલો આ રેલ્વે-ટ્રેક જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. ટૂરિઝમના વધારાને કારણે સિંગલ ટ્રેકની બન્ને બાજૂએ કોફી અને ચાના નાના સ્ટોલ્સ લાગી ગયા છે. ખાસ કરીને વિદેશી સહેલાણીઓ આ રેલ્વે-ટ્રેક પર જાતજાતના પોઝ સાથે ફોટો પડાવે છે. સૌથી ડેન્જરસ વાત એ છે કે આ ટ્રેક કંઇ ખાલી અમસ્તો જ નથી પડયો. એના પરથી દર થોડાક સમયે ટ્રેન પસાર થાય છે. અને અહીં ટ્રેનની અવરજવરને કન્ટ્રોલ કરવા માટે કોઇ સિગ્નલ જેવું પણ નથી. એમ છતાં લોકો સેલ્ફીના ક્રેઝને પૂરો કરવા જીવના જોખમે આ ટ્રેક પર બિનધાસ્ત સેલ્ફી લેતા ફરે છે.

(11:35 am IST)