Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ફ્રાંસમાં આતંકવાદી સંગઠન અલકાયદા વરસાવી રહ્યો છે પોતાનો કહેર :ફ્રાંસની સેનાનો વળતો હુમલો

નવી દિલ્હી: ફ્રાન્સમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાબાદ સમગ્ર યૂરોપમાં હલચલ ચાલી રહી છે. દરમિયાન ફ્રાન્સમાં આતંકવાદી સંગઠન અલકાયદા પોતાનો કહેર વરસાવી રહ્યું છે. ફ્રાન્સના રક્ષા મંત્રીના જણાવ્યા પ્રમાણે ફ્રાંસની સેનાએ માલીમાં એરસ્ટ્રાઈક કરી છે. જેમાં તેમને 50 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે.

        ઉપરાંત લગભગ ચાર આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ફ્રાન્સમા પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવવાના કારણે છેડાયેલા વિવાદ બાદ અનેક શહેરોમાં આતંકવાદી હુમરાની ઘટનાઓ ઘટી હતી. જ્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોંએ ચેતવણી આપી હતી કે તેઓ હિંસાનું સમર્થન નથી આપતા પરંતુ તેઓ આવું કરનારા લોકોને જરૂરથી પાઠ ભણાવશે.

(6:20 pm IST)