Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

તુર્કી સાથે સમજુતી થયા પછી રશિયાએ મોટું પગલું ભરતા બોર્ડર પર વધુ સૈનિકો મોકલ્યા

તુર્કીઃ  સમાચાર મુજબ રશિયા સેનાએ  સમજુતી મુજબ સીરિયામા તુર્કીની  સીમાની નજીક પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે. તુર્કી સાથે  નકકી સમજુતી મુજબ મોસ્કોની સેનાએ  તુર્કીની સીમાથી દસ કિ.મી. સુધીના વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યુ હતુ. તુકી રાષ્ટ્રપતિ રજબ  તૈયબ  એર્દોગનના રશિયન પ્રવાસ મુજબ નકકી થયેલી સમજુતી મુજબ મોસ્કો અને દમાસ્કસ, તુર્કીના સીમાને અડીને આવેલા વિસ્તારોમાંથી  કુર્દોના કાઢવાને સુનિશ્ચીત બનાવશે. 

રશિયાના સરંંક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ રશિયા ર૭૬ સૈનિક અને સૈન્ય ઉપકરણના ૩૩ યુનિટ આગામીી અઠવાડીયે સીરિયા રવાના કરશે.

(1:08 pm IST)