Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જાપાનમાં અચાનક એક આખો આઇલેન્ડ જ ‘ગુમ’ :સરકારે બચાવ મિશન કર્યું શરૂ

આ ટાપુ ભૂમિ પરથી નથી દેખાતો અને ન તો આસપાસની હોડીમાંથી: હિમવર્ષાને લીધે આઇલેન્ડ ગુમથયાની આશંકા

 

જાપાનમાં એક આખો આઇલેન્ડ ગુમથઈ ગયો છે. મામલો છે જાપાનનાં હોકાડાડો નામનાં વિસ્તારનો. આઇલેન્ડ પર વસતી હતી. આઇલેન્ડનું નામ એસાન્બે હનાકીતા કોઝીમા છે. ઘણા દિવસોથી કોઈ પણ આઇલેન્ડને નોટિસ કરતા હતા અને અચાનક તે ગુમ થઈ ગયો.

આઇલેન્ડ સમુદ્રમાં ડૂબી ગયો, પણ કોઈએ તેને ડૂબતા જોયો નથી. સૌથી પહેલા વાતને આગળ લાવનારા છે- લેખક હિરોશી શિમિજુ. તેમણે ક્ષેત્ર પર મુસાફરી પણ કરી છે અને ગુમ થઈ ગયેલ આઇલેન્ડ પર બુક પણ લખી છે.

હિરોશીને સ્થાનિક લોકોએ કહ્યું કે ટાપુ ભૂમિ પરથી નથી દેખાતો અને તો આસપાસની હોડીમાંથી. સ્થાનિક લોકોએ આઇલેન્ડ વિશે અધિકારીઓને પણ ફરિયાદ કરી છે, પરંતુ કોઈએ શોધ્યો નથી.

આઇલેન્ડ સમુદ્ર સપાટીથી માત્ર 1.4 મીટર ઉપર હતો. જાપાન સરકારે આઇલેન્ડની શોધમાંબચાવ મિશનશરૂ કર્યું છે. જો કે, એક અધિકારીએ આશંકા બતાવી છે કે હિમવર્ષાને લીધે આઇલેન્ડ ગુમ થયો છે.

(10:37 pm IST)