Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અફઘાનિસ્તાનના તાખર પ્રાંતમાં સુરક્ષાબળોનુ અભિયાન: 13 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના  તાખર  પ્રાંતના બહરક જિલ્લામાં સુરક્ષાબળો દ્વારા ચલાવવામાં આવેલ અભિયાનમાં ઓછામાં ઓછા 13 તાલિબાની આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. સેનાએ આપેલ માહિતી મુજબ તાખર પ્રાંતની રાજધાની તલુકાન શહેર પર કબ્જો કરવાની તાલિબાની આતંકવાદીઓની કોશિશને નાકામ કરવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું।

               એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ અભિયાનમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટેની સંપૂર્ણ  તૈયારી કરવામાં આવી હતી આ અભિયાનમાં નવ આતંકવાદીઓને તો તુરંત  મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા. તાલિબાન આતંકવાદીઓએ હજુ સુધી આ રિપોર્ટ  પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી. 

(6:11 pm IST)