Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમેરિકામાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું: સાતના મોત: 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અમેરિકામાં કનેક્ટીકટ પ્રાંતના બ્રેડલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનાનું શિકાર થવાના કારણે ઓછામાં ઓછા 7 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. 

    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સ્થાનિક સમયાનુસાર  બુધવારના સવારના 9 વાગ્યાની આસપાસ 54 મિનિટ પર થયું હતું અધિકારીઓએ જણાવ્યું છે કે ઉડાન ભરવાના થોડીક જ ક્ષણમાં વિમાનમાં ખામી આવી જવાના કારણે તે દુર્ઘટનાનું શિકાર બન્યું હતું જેમાં સાત લોકોના મૃત્યુ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:05 pm IST)