Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બે દોસ્તો રગ્બી વર્લ્ડ કપ જોવા માટે ૨૦,૦૦૦ કિલોમીટરની સાઇકલ સવારી કરી, ૨૭ દેશો પાર કરીને પહોંચ્યા લંડનથી જપાન

લંડન તા ૩  : લંડનના જેમ્સ ઓવેન્સ અને રોન રુટલેન્ડ નામના બે દોસ્તોએ હાલમાં જપાનમાં ચાલી રહેલા રગ્બી વર્લ્ડ કપમાં પહોંચવા માટે છેક ગયા વર્ષથી સફરની શરૂઆત કરી લીધી હતી. આ  સફરને તેમણે સામાજીક જાગૃતિ અને ચેરિટી ભંડોળ એકત્ર કરવાની સાથે સાથે એક સાહસિક ઇવેન્ટ બનાવી દીધી હતી.

રગ્બી માટે યુરોપીય દેશોમાં જબરો ક્રેઝ હોય છે. જેમ્સ અને સેન બંન્ને રગ્બીના જબરા ફેન છે. તેમણે લંડનથી જપાન સુધીની સફર સાઇકલ પર કાપવાનું નક્કી કરેલુ અને એ માટે તેમને ૨૩૦ દિવસ લાગ્યા હતા. ૨૦,૦૯૩ કિલોમીટરની સાઇકલ સવારી અને ૨૭ દેશોમાંથી પસાર થઇને તેઓ આખરે જપાન પહોંચી ગયા છે. આ દરમ્યાન તેમણે બાળકોને એજયુકેશન માટે ભંડોળ પણ એકત્ર કર્યુ છે. અત્યાર સુધીમાં તેઓ ૫૯ લાખ રૂપિયા ભેગા કરી ચુકયા છે બન્ને   ફેબ્રુઆરી મહિનામાં લંડનથી નીકળ્યા હતા અને હાલમાં જપાનમાં રગ્બીની મેચો માણી રહ્યા છે.

(3:09 pm IST)