Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

લાંબુ જીવવા માંગો છો ? તો દિવસભર વધુમાં-વધુ ચાલવાનું રાખો

બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલ એક નવી સ્ટડી મુજબ એક દિવસ સાઢા નવ કલાકથી વધુ બેસવું મોતના ખતરાને વધારે છે. ફિઝિકલ એકિટવિટીને લાંબા સમય સાથે જોડીને પહેલા પણ અનેકવાર જોવામાં આવ્યું છે. પણ આ રિસર્ચમાં તેની ઈંટેસિટીને જોવામાં આવી. તેમા હળવી એકટીવિટી જેવી કે ફરવું, જમવાનું બનાવવું, વાસણ ધોવા, કલીનિંગ, જોગિંગ, ભારે સામાન ઉઠાવવો જેવી ઈંટેસ એકિટવિટીઝની તુલના કરવામાં આવી.

જ્યારે વાત એકસસાઈઝની આવે છે તો તેમા વોકિંગ સૌથી સારી અને સહેલી એકસસાઈઝ છે. વોકિંગ એટલે ચાલવું, એક તો આ ફ્રી છે આ માટે તમારે કોઈ પ્રકારનો સામાન કે પાર્ટનરની જરૂર નહી હોય અને તેને તમે દિવસ કે રાત કોઈપણ સમય કરી શકો છો. અનેક સ્ટડીઝમાં આ વાત સાબિત પણ થઈ ચુકી છે કે વૉક કરવી આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે.

જો તમે હેલ્ધી રહેવા માંગો છો તો અઠવાડિયામાં ૫ દિવસ અને દરરોજ ૪૫ મિનિટની વૉક જરૂર કરો. વૉક નકરવાથી કેન્સર, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો અનેકગણો વધી જાય છે. સાથે જ વૉક કરવાથી તમને ઉંઘ પણ સારી આવે છે.

જો કે સૂવાના ઠીક પહેલા ખૂબ વધુ વૉક કરવુ યોગ્ય નથી માનવામાં આવતુ. વૉકિંગ બીપી કંટ્રોલમાં મુકવામાં પણ મદદ કરે છે. વૉક કરવાથી તમારૂ વજન કંટ્રોલમાં રહેવા ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ પણ મળે છે. વૉક કરવાથી તમારી એનર્જી લેવલ સારૂ બને છે.

તમે એકિટવ બન્યા રહો છો  અને લાંબા સમયમાં તમને જલ્દી થાકનો અનુભવ નથી થતો.

અનેક સ્ટડીઝમાં આ વાત પણ સામે આવી છે કે આપણે દરરોજ દિવસમાં ઓછામાં ઓછા 10 હજાર પગલા જરૂર ચાલવુ જોઈએ અને તમે ચાહો તો અનેક એપ્સ પણ છે જે તમારા આ પગલાનો રેકોર્ડ રાખવામાં તમારી મદદ કરી શકે છે. જો કે દુનિયાભારના લોકોનો દરરોજ ચાલવાની સરેરાશ ફકત ૫ હજાર પગલા જ છે.

આ માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ પણ થયું હતું. જેમાં આ વાત સામે આવી કે દરરોજ દિવસમાં 2 હજાર પગલા એકસ્ટ્રા ચાલવાથી દિલ સાથે જોડાયેલ બીમારીઓનો ખતરો 10 ટકા ઓછો થઈ જાય છે.

અને ડાયાબિટીસનો ખતરો 5.5 ટકા સુધી ઓછો થઈ જાય છે. સાથે જ રોજ દિવસમાં 1 હજાર પગલા એકસ્ટ્રા ચાલવાથી મોતનો ખતર ઓ પણ 6 ટકા ઘટી જાય છે.

 

(9:33 am IST)