Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જાણો મોડેલિંગનો ઇતિહાસ

નવી દિલ્હી:પેરિસ, ન્યૂયોર્ક, મિલાનના રેમ્પ જ્યારે મોંઘાં કપડાં અને ચમકતા ચહેરાની સાથે મોડલ કેટવોક કરવા રેમ્પ પર જાય છે, ત્યારે કેટલીય નજરો તેમના ઉપર જ મંડાયેલી હોય છે. કેટલાય યુવાન છોકરા છોકરી રેમ્પ પર કામ કરવા માટેના સપનાં પણ જોવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ હકીકત એટલી સુંદર નથી. સત્ય તો એ છે કે તેમનામાંથી કેટલીય મોડલોને તો ફક્ત ઘરખર્ચી જેટંલા જ પૈસા નસીબ થાય છે. મોટાભાગની મોડલ તો કાસ્ટિંગ એજન્સીઓના દેવાંમાં ગળા સુધી ડૂબેલી હોય છે.

26 વર્ષની મોડલ ક્લારા (બદલેલું નામ) કહે છે કે, સૌથી ખરાબ વાત તો એ છે કે અહીંના માહોલ અંગે તમે બહાર વાત કરી શકતા નથી કેમકે દરેક એજન્સી સફળ છોકરીઓની સાથે જ કામ કરવા ઇચ્છતી હોય છે, એવી છોકરીઓ જેઓ ખાસ કચકચ નહીં કરે. કેટલીક મોડલોએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે તેમના કપડાં અને હેન્ડબેગના કાર્યક્રમોનાં પૈસા તો મળી જાય છે, પરંતુ ફેશન મેગેઝિન શૂટના નાણાં ભાગ્યે જ કોઇને મળ્યા હશે.

(5:36 pm IST)