Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અઠવાડિયામાં બે વાર એરોબિક કસરતથી ડિપ્રેશન દૂર થાય

યુરોપિયન સાઇકિએટ્રિક એસોસિએશને જણાવ્યું છે કે જે લોકો ડિપ્રેશનનો શિકાર બને છે તેઓ અઠવાડિયામાં બે વાર એરોબિક કસરતો કરે તો તેમને ફાયદો થવાની શકયતા છે. ડિપ્રેશન દૂર કરવા માટે રોજ વોક લેવા જવું, દોડવું, સ્વિમિંગ કરવું એન સાઇકિલંગ કરવું શ્રેષ્ઠ ઉપાય છે. જોકે એરોબિક એકસરસાઇઝને કારણે કાર્ડિયોવેસ્કયુલર ફિટનેસ જાળવી શકાય છે. અઠવાડિયામાં બે અથવા ત્રણ દિવસમાં કમસે કમ ૧૫૦ મિનિટની કસરત જરૂરી છે.

(3:44 pm IST)