Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભૂખ ન લાગવાની સમસ્યાથી હેરાન છો?

સમયસર પોષકતત્વોથી ભરપુર ભોજન કરવુ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા રહે છે. તેના કારણે ખોરાક પૂરતો લેવાતો નથી અને શારીરિક નબળાઈ આવી જાય છે. જેના કારણે રોગપ્રતિકારક ક્ષમતા પર તેની અસર પડવાની શરૂ થઈ જાય છે. તમારા આહારમાં અમુક સલાડ સામેલ કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

મૂળો : સલાડમાં મૂળાની સાથે મરી અને મીઠુ મિકસ કરી સેવન કરો.

સંચળ : તેનાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને ભૂખ વધે છે.

મરી : ગોળ સાથે મરીનું સેવન કરો.

આદુ : ભોજન કર્યાના અડધા કલાક બાદ આદુના ટુકડા પર મીઠુ લગાવીને ખાવુ.

(11:41 am IST)