Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સફેદ વાળને કાળા કરવા માટે નારિયેળ તેલમાં મિકસ કરો આ..

ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ, આજકાલ તનાવ, અનિંદ્રા, ચિંતા અને  બ્લડ સર્કુલેશન યોગ્ય ન હોવાના કારણે સમયની પહેલા જ લોકોના વાળ સફેદ  થવા લાગે છે. આ ઉપરાંત થાઇરોઇડ, ડીસ્ઓર્ડર અને વિટામીન બી૧૨ની ખામીના કારણે પણ  વાળ સમયની પહેલા  સફેદ થઇ જાય છે. મોટાભાગના લોકો વાળને કાળા કરવા માટે હેર કલરનો ઉપયોગ કરે છે. જેનાથી તમારી ત્વચાને નુકશાન  થઇ શકે છે. તમે ઇચ્છો તો બજારમાં મળતા કેમિકલ યુકત હેર કલરના બદલે દેશી ઉપાયો દ્વારા પણ સફેદ વાળને કાળા કરી શકો છો.

સામગ્રી : એક કપ નારિયેળ તેલ, બે-ત્રણ લસણની કળી, એક સમારેલી નાની ડુંગળી, એક ચમચી એલોવેરા જેલ,૧૦-૧૫ લીમડાના પાંદડા,એક સમારેલુ આમળુ અને અડધી ચમચી મેથીદાણા.

વાળને  કાળા કરવા માટે સૌથી  પહેલા  એક  કળાઇ ગેસ પર મુકો.  હવે તેમાં  એક કપ નારિયેળ તેલ નાખી ગરમ કરો. હવે  આ તેલમાં ૧૦-૧૫ લીમડાના પાંદડા અને સમારેલી ડુંગળી નાખી મિકસ કરો. હવે તેમાં ૨-૩ લસણની કળી, અડધી ચમચી મેથીદાણા  અને એક કાપેલ આમળું નાખી  ફ્રાઇ  કરો. હવે તેને ૧૦ મિનિટ  સુધી ધીમી આંચ પર પકાવો. હવે તેમાં એલોવેરા જેલ નાખીને ગેસ પરથી ઉતારી લો. જ્યારે તે ઠંડુ થઇ જાય ત્યારે તેને ગાળી લો. હવે આ તેલને તમારી આંગળીઓની મદદથી વાળના મૂળમાં લગાવો. હવે હળવા હાથે મસાજ કરો. એક કલાક  બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો. દરરોજ આ તેલના ઉપયોગથી એક અઠવાડીયામાં પરીણામ જોવા મળશે.

(11:41 am IST)