Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગજબ ! અધધધ... ચાર અબજ ૭૬ કરોડમાં રૂપિયામાં વેચાઇ આ પેન્ટિંગ

લંડન તા. ૩ : ચીની-ફ્રાંસીસ ચિત્રકાર જઓ વાઉ-કી કીની એક પેન્ટિંગ ૪ અબજ ૭૬ કરોડ (૫૧૦ મિલિયન હાંગકોંગ ડોલર/૬૫ મિલિયન ડોલર)માં વેચાઈ. આ પેન્ટીંગ એશિયાઈ કલાકારો દ્વારા હરાજીમાં વેચવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોંઘી પેન્ટીંગ છે.

જઓ વાઉ-કી પોતાની પેન્ટીંગ 'Juin-Octobre 1985'ની આટલી મોંઘી કિંમતમાં હરાજીની સાથે જ ડે કૂનિંગ, માર્ક રોથકો અને બાર્નેટ ન્યૂમેન જેવા અમેરિકી સમકાલિન પેંટર્સની કતારમાં સામેલ થઈ ગયા.

આ હરાજીની રેકોર્ડ બ્રેકિંગ સાંજની હતી, જેણે હરાજીમાં ૨૦૦ મિલિયન અમેરિકન ડોલરની કલાકૃતિઓ વેચવામાં આવી. તાઈવાનના બિઝનેસમેન ચાંગ કયૂયૂ ડુને મે ૨૦૦૫માં 'Juin-Octobre 1985' માટે ૨.૩ મિલિયન ડોલરની કિંમત ચૂકવી છે. ડુન પીએંડએફ બ્રધર ઈન્ડસ્ટ્રીયલ કોર્પના માલિક છે, આ કંપની ટ્રેડમિલ અને પાવર ટૂલ્સ બનાવે છે.

આ હરાજીમાં વૈશ્વિક કલા દ્રશ્યના ક્ષેત્રમાં વધતા મહત્વનો નવો ઈતિહાસ રચાયો છે. લગભગ બે ઘણી કિંમતમાં વેચાયેલી લગભગ ૧૦ મીટર (૩૩ ફૂટ)ની આ ઓઈલ પેન્ટીંગ આ પહેલા જાઓ દ્વારા ખરીદવામાં આવી હતી, જેમનું ૨૦૧૩માં નિધન થયું હતું. દ્વિતિય વિશ્વ યુદ્ઘ બાદ બિજિંગમાં પેદા થયેલા જાઓને ચીની ચિત્રકલા તકનીકોને સંજોકર રાખવા માટે ઓળખવામાં આવે છે.(૨૧.૭)

(11:39 am IST)