Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ઓએમજી.... દુનિયાના અમુક જ લોકોના હાથમાં વિકસી રહી છે નવી નસ: ઓસ્ટ્રેલિયાની યુનિવર્સીટીમાં થયું સંશોધન

નવી દિલ્હી: શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. બધા જીવોમાં સમય સાથે બદલાવ જોવા મળતા હોય છે, પણ હવે માનવ શરીરમાં પણ બદલાવ થઇ રહ્યો હોવાનું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માનવ શરીરમાં એક નસ અલગથી વિકસિત થઇ રહી છે. જે બતાવે છે કે માનવ ભવિષ્ય માટે તૈયાર થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ નસને આગળના હાથમાં શોધી છે. ઓસ્ટ્રેલિયામાં આવેલી યુનિવર્સિટી ઓફ એડિલેડ એન્ડ ફિલંડર્સ યુનિવર્સિટીના સંશોધનકારોએ જોયું કે માનવના હાથના આગળના ભાગમાં મતલબ કે ફોર આર્મની વચ્ચોવચ એક નવી નસ વિકસિત થઇ રહી છે. જોઇને વૈજ્ઞાનિકોએ કહ્યું કે કે અમને લાગે છે કે હજુ પણ આપણે ભ્રૂણમાં છીએ અને વિકસિત થઇ રહ્યા છીએ. 1880ના દાયકામાં આવા નવી નસ વાળા લોકોની સંખ્યા 10 ટકા હતી, પરંતુ 20મી સદીમાં જે લોકોનો જન્મ થયો તેમાં 30 ટકા લોકોમાં આવી નવી નસ જોવા મળી છે.

જો આપણે ઉત્ક્રાંતિના હિસાબે જોઇએ તો એકદમ ઓછા સમયમાં ઘણો મોટો વિકાસ છે. પ્રક્રિયાની તપાસ કરવા માટે સંશોધકોએ યુરોપિયન મુળના ઓસ્ટ્રેલિયન કેડેવર દાતાઓના 80 હાથની તપાસ કરી હતી. દાતાઓ 51થી 101 વર્ષની ઉંમર સુધીના હતા. મતલબ કે તેમાંથી અડધા 20મી સદી પહેલા અને અડધા 20મી સદી પછી જન્મયા હતા.વૈજ્ઞાનિકોએ નસનું નામ મીડિયન આર્ટરી રાખ્યું છે.

(8:23 pm IST)