Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોરોનાથી સજા થયા બાદ આટલા સમય પછી રહે છે હાર્ટ એટેકનું જોખમ

નવી દિલ્હી: કોરોનાનો કેર દુનિયા પર યથાવત છે અને ઘણા દેશોમાં આગામી લહેરના રૂપમાં મહામારી આવવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી રહી છે. આ દરમિયાન પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ The Lancetમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ કોરોના વાયરસ બાદ પહેલા બે અઠવાડિયામાં હાર્ટ ઍટેક અને સ્ટ્રોકનું જોખમ ત્રણ ગણું થઈ જાય છે. Lancetની સ્ટડીમાં એ દાવો કરવામાં આવ્યો છે કે સ્વીડનમાં ગત વર્ષે 1 ફેબ્રુઆરીથી 14 સપ્ટેમ્બર 2020 વચ્ચે 86,742 કોરોના દર્દીઓ અને 34,8481 સામાન્ય લોકોમાં એક્યૂટ માયોકાર્ડિનલ ઇન્ફાર્ક્શન કે હાર્ટ ઍટેક આવવાના જોખમનની તુલનાત્મક સ્ટડીના આધાર પર રિસર્ચ કરવાના આવ્યું છે.

સ્વીડનમાં ઉમિયા યુનિવર્સિટીમાં કાર્યરત અને સ્ટડી રિપોર્ટના સહયોગી લેખક ઓસ્વાલ્ડો ફોન્સેકા રોડ્રિગેજે કહ્યું કે કોરોના વાયરસથી સાજા થયા બાદ શરૂઆતી બે અઠવાડિયામાં એક્યૂટ માયોકાર્ડિનલ ઇન્ફાર્ક્શન અને સ્ટ્રોકને લઈને ત્રણ ગણું જોખમ જોવા મળ્યું છે. સંશોધનકર્તાઓ દ્વારા સહરુગ્ણતા, ઉંમર, લિંગ અને સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ પર ધ્યાન કરવા પર આ વાત સામે આવી છે કે માયોકાર્ડિનલ ઇન્ફાર્કશન અને સ્ટ્રોકનું જોખમ બરાબર રહ્યું.

(5:45 pm IST)