Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોરોનાથી બચવા માટે આ માસ્ક છે જરૂરી:દુનિયાની સૌથી મોટી સ્ટડીમાં થયો ખુલાસો

નવી દિલ્હી  : સર્જિકલ માસ્ક કોરોનાથી બચવાની શાનદાર રીત છે. આ દાવો કરવામાં આવ્યો છે એક નવી સ્ટડીમાં. હેરાનીની વાત એ છે કે આ સ્ટડી બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવી. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સ્ટડી ગોલ્ડ સ્ટાન્ડર્ડની છે. તે ક્લિનિકલ ટ્રાયલ્સની જેમ જ કરવામાં આવી એટલે કે આ સ્ટડીમાં દરેક વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટડી કરનારા યેલ યુનિવર્સિટીના જેસન એબાલક છે. આ સ્ટડી હાલમાં જ વૉશિંગટન પોસ્ટમાં પ્રકાશિત પણ થઈ છે.

બ્રાઉન યુનિવર્સિટીમાં ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને પ્રોફેસર મેગન રેનીએ કહ્યું કે આ સ્ટડી બતાવે છે કે કઈ રીતે સર્જિકલ માસ્ક કપડાંના માસ્કાથી સારું છે. એ સૌથી વધારે સારી રીતે તમને કોરોના સંક્રમણથી બચાવે છે. સાથે જ તમને શ્વાસ લેવા અને તેને પહેરવામાં પરેશાની પણ થતી નથી. છેલ્લા દોઢ વર્ષથી વૈજ્ઞાનિક આ વાતને કહી રહ્યા છે કે માસ્ક કોરોના વાયરસથી બચાવે છે પરંતુ કેટલા પ્રમાણમાં અને કઈ રીતે? એ બતાવવામાં મુશ્કેલી થઈ રહી હતી કેમ કે માસ્ક પહેર્યા છતા લોકો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા હતા.

(5:43 pm IST)