Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોરોના સામે લડવા માટે વેક્સિનના ત્રણ ડોઝ સામાન્ય બની જાય તેવી શક્યતા

નવી દિલ્હી: અમેરિકાની કોવિડ ટાસ્કફોર્સના વડા તથા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશન્સ ડિસીઝના ડિરેકટર ડો.એન્થની ફોસીએ એક નવા સંકેત આપતા કહ્યું કે ભવિષ્યમાં કોવિડ જેવા વાયરસનો મુકાબલો કરવા માટે ત્રણ વખત વેકસીનનો ડોઝ સામાન્ય બની જાય તેવી શકયતા છે. તેઓએ જણાવ્યુ કે અમેરિકામાં જે હેલ્થ પ્લાન તૈયાર થયો છે તેમાં આ એક સંભાવના રહેલી છે. ખાસ કરીને બે ડોઝ લીધા બાદ પણ કોવિડ સામેની એન્ટી બોડી વધારવા માટે ત્રીજા બુસ્ટર ડોઝની પણ નિયત રીતે જરૂર પડે તેવી શકયતા હું જોવ છું. તેમણે મેડીકલ નિષ્ણાંતો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બે ડોઝ લીધા બાદ પણ જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તેનાથી સમગ્ર વેકસીનેશનની વ્યુહ રચના જ ફેરવવી પડે તેવી શકયતા છે. બે ડોઝના મહિનાઓ બાદ અમેરિકામાં પણ અનેક લોકો ફરી સંક્રમીત થયા છે અને તે પરિસ્થિતિ હાલ દેશમાં પોઝીટીવ કેસ વધારી રહી છે અને તેથી જ હું માનુ છું કે ભવિષ્યમાં ત્રણ ડોઝ એ સામાન્ય બની જશે. અમેરીકામાં બુસ્ટર ડોઝ આપવાની શકયતા અંગે કહ્યું કે તેઓ આ મુદ્દે બાઇડેન શાસનની રાજકીય દરમિયાનગીરીનો સામનો કરી રહ્યા છે. પરંતુ હું મારા અનુભવના આધારે કહુ છું કે તમામ વસ્તીને ત્રણ ડોઝની આવશ્યકતા પડી જશે.

(5:43 pm IST)