Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ચીને અફઘાનિસ્તાનમાં પોતાનું દૂતાવાસ ખુલ્લું રાખવાની સાથે મદદ માટે જરૂરી ખજાનો પૂરું પાડવાનું વચન આપ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો તે પછી તરત જ, પાકિસ્તાન અને તેના સર્વકાલીન મિત્ર ચીને તાલિબાનને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. હવે તાલિબાન પ્રવક્તાએ તેમણે આપેલા બે મોટા વચનો જાહેર કર્યા છે. પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે, 'ચીને અફઘાનિસ્તાનમાં પોતાનું દૂતાવાસ ખુલ્લું રાખવાનું અને મદદ માટે જરૂરી ખજાનો પૂરું પાડવાનું વચન આપ્યું છે.'

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ટ્વિટ કર્યું હતું કે, 'કતારના દોહામાં ઇસ્લામિક ગ્રુપની રાજકીય કાર્યાલયના સભ્ય અબ્દુલ સલામ હનાફીએ ચીનના નાયબ વિદેશ મંત્રી વુ જિયાંગહાઓ સાથે ફોન પર વાત કરી હતી.' વિદેશ મંત્રીને તેમણે કહ્યું કે, 'કાબુલમાં તેમનો દૂતાવાસ ખુલ્લો રહેશે અને સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે. ચીને કહ્યું કે, 'અફઘાનિસ્તાન આ ક્ષેત્રના વિકાસ અને સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પ્રવક્તાએ કહ્યું, "ચીન ખાસ કરીને કોવિડ -19ની સારવાર માટે માનવતાવાદી સહાય ચાલુ રાખશે.'

(5:42 pm IST)