Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રશિયા પાસેથી ભારત ખરીદશે 33 ફાઈટર જેટ:મળી ગઈ મંજૂરી

નવી દિલ્હી: ચાઈના સરહદ અને પાકિસ્તાન માં પણ ચાઈના પોતાના લશ્કરી અડ્ડા બનાવી રહ્યું છે ત્યારે દુશ્મનો ની ચાલ નિષ્ફળ બનાવવા અને ભારત ને સુરક્ષિત કરવા માટે દેશ ના રક્ષા મંત્રાલયે રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મજૂરી આપી છે. 18 હજાર 148 કરોડ રૂપિયાના પ્રપોઝલ અંતર્ગત રશિયા પાસેથી 12 સુખોઈ-30 MKI અને 21 મિગ-29 ખરીદવામાં આવશે. સિવાય દેશ પાસે હાલ ઉપલબ્ધ 59 મિગ-29ને અપગ્રેડ પણ કરવામાં આવનાર છે.

(5:42 pm IST)