Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પાકિસ્તાનની જેલમાંથી મુક્તકરવામાં આવશે 106 ભારતીય માછીમારોને

નવી દિલ્હી: ભારત સરકારે ગુજરાતના 106 માછીમારોને મુક્ત કરવા માટે પાકિસ્તાનને જણાવ્યું છે. બન્ને દેશો વચ્ચે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલ માફરતે ચર્ચા કરી હતી તેમાં માગણી કરવામાં આવી છે. 2008ના કરાર પ્રમાણે દર વર્ષ 1લી જાન્યુઆરી અને 1લી જુલાઇએ બન્ને દેશોમાં બંધ એક બીજાના નાગરિકોની યાદીની આપલે કરવામાં આવતી હોય છે.

 

           ભારત સરકાર તરફથી 265 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 97 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. એવી રીતે પાકિસ્તાને પણ તેની જેલોમાં બંધ 54 નાગરિકો અને 270 માછીમારોની યાદી ભારત સરકારને આપી છે. પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીયોમાં મોટાભાગના ગુજરાતના સમુદ્રકિનારાના વિસ્તારોના માછીમારો અને નાગરિકો છે.

(5:42 pm IST)