Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

15 વર્ષની રેહાન જમાલોવાએ વરસાદના પાણીમાંથી બનાવી વીજળી:ડિવાઇસ કર્યું તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ આ છોકરીને સન્માનિત કરી ચૂકી છે.

અઝરબૈજાનની રાજધાની બાકુમાં નવમા ધોરણમાં ભણતી રેહાન જમાલોવા નામની ટીનેજરે અનોખું કારનામું કરી બતાવ્યું છે. તેણે બહેનપણીઓની મદદથી વરસાદના પાણીમાંથી વીજળી બનાવવામાં સફળતા હાંસલ કરી છે. તેણે એવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે વહેતા પાણીને વીજળીમાં ફેરવી દે છે.

 

 તેની ઉપલબ્ધિ માટે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ છોકરીને સન્માનિત કરી ચૂકી છે.

-- 

(11:08 pm IST)