Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કાકડી ઉપર ભુલથી પણ ન પીતા પાણી

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ભોજનની સાથે કાકડી ખાય છે. પરંતુ, શું તમે જાણો છો કે કાકડી ખાવાનો પણ તેનો નિયમ હોય છે. જો તમે તેનું યોગ્ય રીતે સેવન કરતા નથી, તો તમે લાભના બદલે નુકશાન થાય છે. ખાસ કરીને કાકડી ખાધા બાદ પાણી ન પીવું જોઈએ. જો તમે કાકડી ખાઈને ઉપર પાણી પીવો છો તો તમારે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે તમે કાકડીની સાથે કે ત્યારબાદ પાણી પીવો છો તો તેનાથી પીએચ લેવલ ખૂબ જ કમજોર થઈ જાય છે અને ખાદ્ય પદાર્થોને પચાવવા માટે જરૂરી એસીડ અસરકારક રીતે કામ કરી શકતુ નથી. જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.

કાકડી તમારા પાચનતંત્ર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તેના સેવનથી કબજીયાત અને પાચન સંબંધી સમસ્યાઓથી છૂટકારો મળે છે. પરંતુ, જો તમે કાકડી ખાધા બાદ પાણી પીવો છો તો તમને ડાયરીયા અને લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી કયારેય કાકડી ખાધા બાદ પાણી ન પીવુ જોઈએ.

(9:15 am IST)