Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

પાકિસ્તાનમાં વેન-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 13 મોતને ભેટ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક વેન અને ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં તેમાં સવાર 4 બાળકો સહીત મહિલા એમ કુલ 13 લોકો મોન્ટે ભેટ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કવેટાથી જોહેબ જઈ રહેલ એક વેન બલુચિસ્તાન પ્રાંતના અલી ખેજ વિસ્તારમાં ટ્રક  સાથે અથડાઈ હતી તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:50 pm IST)