Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

નેધરલેન્ડ્સમાં ભેગા થયા ૮પ૦ પહાડી હાઇટ ધરાવતા લોકો

ર૦૧૬માં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. કે નેધરલેન્ડ્સના પુરૂષોની અવેરેજ હાઇટ સૌથી વધુ છે. તેમની એવરેજ હાઇટ ૬ ફુટ છે, જયારે મહિલાઓ વિશ્વમાં બીજા નંબરે છ.ે ડચ મહિલાઓની સરેરાશ હાઇટ પાંચ ફુટ પાંચ ઇંચ છે. આ અભ્યાસના આધારે નેધરલેન્ડ્સવાસીઓને વિશ્વમાં સૌથી ઉંચા લોકોનો મેળાવડો રચવાનું મન થયું અને એનો રેકોર્ડ પણ પોતાના નામે કરવાની તૈયારી કરી. ર૦૦૯માં ઓસ્ટ્રેલિયામાં ૧૩૯ સૌથી ઉંચા લોકોએ ભેગા થઇને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તાજેતરમાં નેધરલેન્ડ્સે આ રેકોર્ડ ૮પ૦ હાઇટેડ માણસોને ભેગા કરીને તોડયો હતો. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પાંચ ફુટ નવ ઇંચથી વધુ હાઇટ ધરાવતી મહિલાઓ અને છ ફૂટ બે ઇંચથી વધુ ઉંચાઇવાળા પુરૂષોનો સમાવેશ હતો.

(3:10 pm IST)