Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વ્‍હોટ્‍સએપનું નવું ફિચરઃ ગ્રુપ ઈનવાઈટ લીંક નંબર સેવ કર્યા વિના ગ્રુપમાં એડ કરી શકાશે

નવી દિલ્‍હીઃ સોશ્‍યલ નેટવર્કીગ મેસેજીંગ પ્‍લેટફોર્મ વ્‍હોટ્‍સએપનું નવું ફિચર જોડાયું છે. વ્‍હોટએપના વોઈસ- વીડીયો, ગ્રુપ ચેટ વગેરે ફિચર ખુબ જ પ્રખ્‍યાત છે અને તેમાં હવે વ્‍હોટ્‍સએપ નંબર સેવ કર્યા વગર ગ્રુપમાં એડ કરવાની ફેસેલીટી આપી રહ્યું છે. વ્‍હોટ્‍સએપ દ્વારા હાલમાં જ ગ્રુપ ઈનવાઈટ લીંક નામનું નવું ફિચર એડ કરાયુ છે. જેમાં એડમીન નંબર સેવ કર્યા વિના લીંકની મદદથી  લોકોને જોડી શકે છે.

આ ફિચર માટે ગ્રુપ ચેટ વિન્‍ડો ઓપન કરવાની રહેશે. ત્‍યાર બાદ ઉપર ત્રણ ટપકાની નિશાની કલીક કરતા ગ્રુપ ઈન્‍ફો નામનો વિકલ્‍પ નજરે પડશે. તેમાં નિચે સ્‍ક્રોલ કર્યા બાદ ઈનવાઈટ વાયા લીંક ટેપ કરવાનું રહેશે. ત્‍યારબાદ સેન્‍ડ લીંક વાયા વ્‍હોટ્‍સએપ, કોપી લીંક, શેર લીંક, રીવોક લીંક જેવા વિકલ્‍પ મળશે. જેની મદદથી નંબર સેવ કર્યા વિનાના કોન્‍ટેશકસને પણ ગ્રુપમાં એડ કરી શકાશે.

(12:39 pm IST)